મારા બ્લોગ પર આપનું સ્વાગત છે.

શ્રી ગણેશાય નમ:

શ્રી ગણેશાય નમ:
રસિક ઠાકર (નિવૃત્ત), ગુજરાત સરકાર, સચિવાલય, ગાંધીનગર.

સેવા નિવૃત્તિ

માન. પૂર્વ કૃષિ‍ મંત્રીશ્રી દિલિપભાઈ સંઘાણી સાહેબના અધ્‍યક્ષસ્‍થાને વિદાય સમારંભ







એક્ષપ્‍લોરાના મિત્રો દ્વારા વિદાય સમારંભ
  
 












                                                                       ક૬ શાખાના સભ્યો દ્વારા વિદાય સમારંભ
   


માન. શ્રી આર. ટી. ક્રિશ્ચિયનનાયબ સચિવ સાહેબશ્રી ના અધ્યક્ષ સ્થાને મારો સેવા નિવૃત્તિ વિદાય સમારંભ 


સન્‍માનનિય અધિકારીશ્રી ગણ
,

                           કર્મચારી ભાઈઓ અને બહેનો,

સરકારી  સેવામાંથી નિવૃત્તિ એ કામગીરીનો કે જિંદગીનો અંત નથીકર્મચારી / વ્યક્તિ અઠ્ઠાવન કે સાઈઠ વર્ષની થઇ જાય,  માત્ર એ જ કારણે નકામી બની જતી નથી. જ્યાં સુધી શરીર અને મનોબળ સાથ આપે ત્યાં સુધી એ કદી પણ નકામી વ્યક્તિ બની જતી નથી. કેટલીય પ્રવૃત્તિઓ માટેની તક આપણી સામે ઊભી હોય છે.

        એક બહેન નોકરીમાંથી નિવૃત્ત થવાનાં હતાં. એમણે નિવૃત્ત થવાના ખાસા સમય પહેલાં એક મહત્વનું કામ કર્યું. એમણે પચાસ કામોની એક યાદી બનાવીજે કામ તેઓ કરવા માગતાં હતાંપરંતુ નોકરીના કારણે કરી શક્યાં નહોતાં. આ કારણે જ્યારે તેઓ નિવૃત્ત થયાં ત્યારે એમને એમની પાસે કરવા જેવું કશું જ ન હોય એવી લાગણીનો ખાલીપો ઘેરી વળ્યો નહીં. એમણે કામોની યાદીમાંથી એક પછી એક કામ કરવા માંડ્યાં અને તેઓ અગાઉથી પણ વધારે વ્યસ્ત રહેવા લાગ્યાં. એમણે વાતવાતમાં બહુ મોટું સત્ય સમજાવી દીધું હતું કે ‘હું નોકરીમાંથી નિવૃત્ત થઇ છું,  જિંદગીમાંથી નહીં.

આપણે સરકારી કામ નિમિત્તે જિંદગીના લાંબા સમય સુધી સક્રિય રહ્યા હોઇએ,  તે માટેનો સમય પૂરો થાય ત્યારે મોટા ભાગના લોકોને લાગે છે કે હવે એમના માટે કશું જ કરવાનું બાકી રહ્યું નથી. વાસ્તવિકતા તો એ છે કે વ્યક્તિની સાચી જિંદગી સેવાનિવૃત્તિના સમય પછી જ શરૂ થાય છે. શક્ય છે કે અત્યાર સુધી આપણે કરેલી મોટા ભાગની પ્રવૃત્તિ માત્ર આર્થિક ઉપાર્જન માટે જ ખર્ચાઇ હોય. ક્યારેક તો જિંદગીનો મોટો હિસ્સો અન્ય લોકો માટે જ વીત્યો હોય છે.

નિવૃત્તિ પછી સમયનું અને વિવિધ પ્રકારની પ્રવૃત્તિનું યોગ્ય આયોજન કરનાર લોકોને સમજાય છે કે હવે તેઓ બીજા માટે નહીંપણ પોતાના માટે જીવવાનો આરંભ કરી શક્યા છે. લાંબા સમયની સક્રિયતા દરમિયાન મળેલા અનુભવોનો લાભ પણ પોતાના માટે જીવવા ધારેલી જિંદગીનાં કામોમાં લઇ શકાય છે અને આપણી અંદર છુપાઇ બેઠેલી કેટલીય શક્તિઓને બહાર નીકળવાની તક મળે છે.

    સેવાનિવૃત્તિને સાવ નવરા પડી જવાનો સમય માનતા લોકોએ અનેક પ્રકારના માનસિક પ્રશ્નોનો સામનો કરવો પડે છે. એમને લાગે છે કે તેઓ હવે કશા જ કામના રહ્યા નથી,  કોઇને એમની જરૂર રહી નથી. આ લાગણી વ્યક્તિમાં હતાશા પ્રેરે છે. હવે તો સમય પણ એવો આવ્યો છે કે વ્યક્તિ સાઠ વર્ષની થઇ જાયમાત્ર એ જ કારણે નકામી બની જતી નથી. જ્યાં સુધી શરીર અને મનોબળ સાથ આપે ત્યાં સુધી એ કદી પણ નકામી વ્યક્તિ બની જતી નથી.
        આર્થિક ઉપાર્જનના સંદર્ભમાં સક્રિયતાનો સમય પૂરો થયો હોય એ જ કારણે વ્યક્તિ ભૂતકાળ બની જતી નથીમાત્ર એ જ કારણે એણે ભૂંસાઇ જવાનું હોતું નથી. આજના સમયમાં એવી કેટલીય પ્રવૃત્તિઓ માટેની તક આપણી સામે ઊભી હોય છે,  જેમાં અગાઉના સમયથી પણ વધારે સક્રિયતા અને ઊર્જાની જરૂર પડે છે અને સાચા અર્થમાં કશીક ઉપયોગી પ્રવૃત્તિ કરી રહ્યા હોવાનો સંતોષ પણ મળી શકે છે.

    સામાન્ય રીતે આપણે જે કામ સેવાનિવૃત્તિના સમય સુધી કરતા રહ્યા હોઇએ છીએ એને જ આપણી એક માત્ર આઇડેન્ટિટી-ઓળખ માની લેવાની ભૂલ કરી બેસીએ છીએ. એ કારણે નોકરી-ધંધામાંથી નિવૃત્ત થતાંની સાથે જ લોકોને લાગે છે કે હવે તેઓની કોઇ જ ઓળખ રહી નથી.
        દરેક વ્યક્તિ એણે કરેલી વ્યાવસાયિક પ્રવૃત્તિથી કશુંક અને ઘણુંબધું વધારે હોય છે. નિવૃત્તિકાળ એક અર્થમાં તો પોતાની સાચી ઓળખ પાછી મેળવવાનો સમય હોય છે. આ સમય દરમિયાન વ્યક્તિ પોતાના અનેક પરિમાણી વ્યક્તિત્વની ખોજ આદરી શકે છે. જે કામ અત્યાર સુધી કરી શકાયાં નહીં એ કામ કરવાનો સમય નિવૃત્તિ પછીની સક્રિયતામાંથી જ મેળવી શકાય છે. જો એ માટેની યાદી બનાવવામાં આવે તો સમજાય કે પેલાં બહેનની જેમ માત્ર પચાસ જ નહીંપાંચસોથી પણ વધારે કામો કરવાનાં હજી બાકી હોય છે.

આથી મિત્રો મારે તો એટલું જ કહેવું છે કે સેવાનિવૃત્તિ એ અંત નથી પણ નવો ઉદય છે નવો આયામ છે. વિશેષ તો સિંચાઈ વિભાગનર્મદા અને જળ સંપત્તિ વિભાગસામાન્‍ય વહિવટ વિભાગમાન. મંત્રીશ્રી (કૃષિ અને સહકાર)નું કાર્યાલય તેમજ છેલ્‍લે આ કૃષિ‍ વિભાગમાં આવ્યાં પછી કર્મચારી મિત્રોએ અને ખાસ તો આ વિભાગની બહેનોએ મારા કાર્યમાં મદદ અને માર્ગદર્શન કર્યું તે બદલ હું તેમનો આભારી છું. મારા સેવા કાળ દરમ્યાન મારાથી જાણે – અજાણે કે ગેરસમજથી પણ કોઈ કર્મચારી ભાઈ કે બહેનનું દિલ દુભાયું હોય કે કોઇ અધિકારીશ્રી સાથે સરકારી કામ અર્થે વાદ વિવાદ થયો હોય અને તેઓશ્રીને માઠું લાગ્યું હોય તો દિલથી અંત:કરણથી ક્ષમા માંગું છું.

સૌનો આભાર.

                                                                                       રસિક ઠાકર.
                                                                                    ૩૦/૦૬/૨૦૧૪. 












































પૂ. પિતાશ્રી આત્મારામ નર્મદાશંકર ઠાકર 
જન્‍મતારીખ- ૦૪/૦૩/૧૯૨૭             સ્‍વર્ગવાસ તારીખ- ૨૫/૦૨/૨૦૧૮ 
 



*જેકસન બ્રાઉનની 55 સુંદર વાતો*
1. "કેમછો” કહેવાની પહેલ દર વખતે આપણે જ કરવી જોઇએ.

2.શ્રેષ્ઠ પુસ્તકો ખરીદવાની ટેવ રાખોપછી ભલે તે વંચાય કે ન વંચાય.

3. કોઇએ લંબાવેલો(દોસ્તીનો) હાથ ક્યારેય તરછોડવો નહીં.

4. બહાદુર બનો અથવા તેવો દેખાવ કરો.

5. આનંદમાં આવો ત્યારે વ્હીસલ વગાડતાં શીખો.

6. કોઇને પણ આપણી અંગત વાત કહેતા પહેલાં બે વખત વિચાર કરો.

7. કોઈને મહેણું ક્યારેય ન મારો.

8. એક વિદેશી ભાષા શીખી લેવી સારી.

9. કોઇપણ આશાવાદીની વાતને તોડી પાડશો નહીંશક્ય છે કે એની પાસે માત્ર એક જ આશા હોય.

10. ક્રેડિટ કાર્ડ સગવડ સાચવવા માટે છેઉધારી કરવા માટે નહીં.

11. રાત્રે જમતી વખતે ટી.વી બંધ રાખો.

12. નકારાત્મક પ્રક્રૃતિના માણસોને મળવાનું ટાળો.

13. દરેક રાજકારણીને શંકાની નજરે જુઓ.

14. દરેક વ્યકિતને બીજી તક આપોત્રીજી નહીં.

15. ટુથપેસ્ટ વાપર્યા પછી ઢાંકણુ અવશ્ય બંધ કરો.

16. સંતાનો નાના હોય ત્યારેથી જ તેમને પૈસાની કિંમત અને બચતનું મહત્વ સમજાવી દેવું.

17. જે ગાંઠ છોડી શકાય એવી હોય તેને કાપશો નહીં.

18. જેને તમે ખુબ જ ચાહતા હો તેની સતત કાળજી લેતા રહો.

19. તમને ન પોષાય તો પણ વારંવાર કુટુંબના સભ્યો સાથે પિકનિક પર જવાનું ગોઠવો.

20. કોઇપણ કોર્ટ કેસથી હજારો જોજન દૂર રહો.

21.ગોસિપનિંદાજુગાર અને કોઇના પગારની ચર્ચાથી દૂર રહો.

22. જિંદગીમાં તમોને હંમેશા ન્યાય મળશે જ એવું માનીને ચાલવું નહીં.

23. રવિવારે પણ થોડું કામ કરવાનું રાખો.

24. પત્તા રમીને સમય વેડફો નહીં. નહિતર સમય તમને વેડફી નાખશે.

25. રસોડામાં ધોયા વિનાના વાસણો મૂકીને રાત્રે ઊંધી જવું નહીં.

26. લોકોને તમારી સમસ્યાઓમાં રસ નથી હોતો એટલું યાદ રાખો.

27. અફસોસ કર્યા વિનાનું જીવન જીવો.

28. ક્યારેક હારવાની પણ તૈયારી રાખો પણ જીતવા માટે હમેશા પ્રયાસ કરો.

29. મા-બાપપતિ-પત્ની કે સંતાનોની ટીકા કરવાનું મન થાય ત્યારે જીભ પર કાબૂ રાખો.

30. ફોનની ધંટડી વાગે ત્યારે રિસિવર ઉપાડીને સ્ફૂર્તિ ભર્યા અવાજે વાત કરો.

31. વાતચિતમાં શબ્દો વાપરતી વખતે કાળજી રાખો.

32. બાળકોના સ્કૂલના કાર્યક્ર્મમા અવશ્ય હાજરી આપો.

33. બીજાની બુધ્ધિનો યશ તમે લઇ લેશો નહીં.

34. દિવસની શરુઆત કરો ત્યારે હમેશા નીચેના ૫ વાક્યો બોલો
1. *I am the BEST*
2. *I can do it*
3. *GOD is always with me*
4. *I am a WINNER*
5. *Today is my DAY*

35. ધરડાં માણસો સાથે ખૂબ સૌર્જન્યતાથી અને ધીરજથી વર્તન કરો.

36. તમારી ઓફિસે કે ઘરે કોઇ આવે તો એને ઊભા થઇ આવકારો.

37. મોટી સમસ્યાઓથી દૂર ભાગો નહીંમોટી તક એમાં જ હોઇ શકે છે.

38. ગંભીર બિમારીમાં ઓછામાંઓછા ત્રણ મોટા ડોકટરોનો અભિપ્રાય લો.

39. શારીરિક ચુસ્તી કોઇપણ હિસાબે જાળવો.

40. બચત કરવાની શિસ્ત પાળો.

41. જે માણસ પગાર ચૂકવે છે તેની ક્યારેય ટીકા ના કરો.

42. ઉત્સાહી અને વિધેયાત્મકવિચારો ધરાવતી વ્યકિત બનાવાનો પ્રયત્નકરો.

43. સંતાનોને કડક શિસ્ત પાઠ ભણાવ્યા પછી તેેને ઉષ્મા પૂર્ણ ભેટવાનું ભૂલશો નહીં.

44. કોઇને બોલાવવા ચપટી વગાડવી નહીં..

45. ઊંચી કિંમતવાળી વસ્તુઓની ગુણવત્તા પણ ઊંચી જ હશે એમ માની લેવું નહીં.

46. ધરમાં એક સારો જોડણીકોશ વસાવો.

47. વરસાદ પડતો હોય ત્યારે ગાડીની હેડલાઇટ ચાલુ રાખો.

48. ઘર પોષાય એટલી કિંમતનું જ લેવું.

49. બૂટ હંમેશા પોલિશ્ડ રાખવા.

50. મારામારી થાય તો પહેલો મુક્કો આપણે જ મારવાનો અને જોરદાર મારવાનો.

51. ભાષણ આપતાં પહેલાં ભોજન કરવું નહીં.

52. મત તો આપવો જ.

53. સંગીતનું એકાદ વાજિંત્ર વગાડતા આવડવું જ જોઇએ(વાજિંત્રમા વ્હીસલનો સમાવેશ થતો નથી).

54. જમ્યા પછી ઇશ્વરનો આભાર અવશ્ય માનવો.

55. જિંદગી ખુશી ખુશી થી જીવોપ્રેમથી જીવોગરીબ ની સેવા કરો ઈશ્વર રાજી થશે....


==========

*जीवन मे दुःखो के लिए कौन जिम्मेदार है ?*
*👉🏻ना भगवान,*
*👉🏻ना गृह-नक्षत्र,*
*👉🏻ना भाग्य,*
*👉🏻ना रिश्तेदार,*
*👉🏻ना पडोसी,*
*👉🏻ना सरकार,*
*जिम्मेदार आप स्वयं है*
*1) आपका सरदर्दफालतू विचार का परिणाम*
*2) पेट दर्दगलत खाने का परिणाम*
*3) आपका कर्जजरूरत से ज्यादा खर्चे का परिणाम*
*4) आपका दुर्बल /मोटा /बीमार शरीरगलत जीवन शैली का परिणाम*
*5) आपके कोर्ट केसआप के अहंकार का परिणाम*
*6) आपके फालतू विवादज्यादा व् व्यर्थ बोलने का परिणाम*
*उपरोक्त कारणों के अलावा सैकड़ों कारण है और बेवजह दोषारोपण दूसरों पर करते रहते
*इसमें ईश्वर दोषी नहीं है*
*अगर हम इन कष्टों के कारणों पर बारिकी से विचार करें तो पाएंगे की कहीं न कहीं हमारी मूर्खताएं ही इनके पीछे है*

🕉==========
धीरे धीरे पढिये पसंद आएगा...

👌मुसीबत में अगर मदद मांगो तो सोच कर मागना क्योंकि मुसीबत थोड़ी देर की होती है और एहसान जिंदगी भर का.....

👌कल एक इन्सान रोटी मांगकर ले गया और करोड़ों कि दुआयें दे गयापता ही नहीँ चला कीगरीब वो था की मैं....

👌जिस घाव से खून नहीं निकलतासमझ लेना वो ज़ख्म किसी अपने ने ही दिया है..

👌बचपन भी कमाल का था खेलते खेलते चाहें छत पर सोयें या ज़मीन परआँख बिस्तर पर ही खुलती थी...

👌खोए हुए हम खुद हैंऔर ढूंढते भगवान को हैं...

👌अहंकार दिखा के किसी रिश्ते को तोड़ने से अच्छा है कि माफ़ी मांगकर वो रिश्ता निभाया जाये....

👌जिन्दगी तेरी भी अजब परिभाषा है.. सँवर गई तो जन्नतनहीं तो सिर्फ तमाशा है...

👌खुशीयाँ तकदीर में होनी चाहियेतस्वीर मे तो हर कोई मुस्कुराता है...

👌ज़िंदगी भी वीडियो गेम सी हो गयी है एक लेवल क्रॉस करो तो अगला लेवल और मुश्किल आ जाता हैं.....

👌इतनी चाहत तो लाखों रुपये पाने की भी नही होतीजितनी बचपन की तस्वीर देखकर बचपन में जाने की होती है.......

👌हमेशा छोटी छोटी गलतियों से बचने की कोशिश किया करोक्योंकि इन्सान पहाड़ो से नहीं पत्थरों से ठोकर खाता है..

*मनुष्य का अपना क्या है ?*
*जन्म :-* दुसरो ने दिया
*नाम :-* दुसरो ने रखा
*शिक्षा :-* दुसरो ने दी
*रोजगार :-* दुसरो ने दिया और
*शमशान :-* दुसरे ले जाएंगे
तो व्यर्थ में घमंड किस बात पर करते है लोग 👏

दिल को छुआ हो अपने best friend को जरुर शेयर करे मे हू तो मुझे भी शेयर करे😊

========
*आहिस्ता सें पढना मेरे दोस्तएक वाक्य भी दिल में बैठ गया तो कविता सार्थक हो जायेगी .....*

🥀 मैं रूठा,
      तुम भी रुठ गए,
      फिर मनाएगा कौन? 🥀

🥀 आज दरार है,
      कल खाई होगी,
      फिर भरेगा कौन? 🥀

🥀 मैं चुप,
      तुम भी चुप,
      इस चुप्पी को फिर तोडेगा कौन? 🥀

🥀 छोटी बात को लगा लोगे दिल सें,
      तो रिश्ता फिर निभाएगा कौन? 🥀

🥀 दु:खी मैं भी और तुम भी बिछडकर,
      सोचो हाथ फिर बढाएगा कौन? 🥀

🥀 न मैं राजी,
      न तुम राजी,
      फिर माफ करनें का बडप्पन
      दिखाएगा कौन? 🥀

🥀 डूब जाएगा यादों में दिल कभी,
      तो फिर धैर्य बंधाएगा कौन? 🥀

🥀 एक अहम् मेरे,
      एक तेरे भीतर भी,
      इस अहम् को फिर हराएगा कौन? 🥀

🥀 जिंदगी किसको मिली है सदा के लिए,
      फिर इन लम्हों में अकेला
      रह जाएगा कौन? 🥀

🥀 मूंद ली दोनों में से गर किसी दिन,
      एक ने आँखे ....
      तो कल इस बात पर फिर
      पछतायेगा कौन? 🥀

😊 *Respect Each Other* 
          *Ignore Mistakes*
                          *Avoid Ego*
=======
     *मुन्सी प्रेमचंद जी की एक सुंदर कविता*

_ख्वाहिश नहीं मुझे_
_मशहूर होने की,_
        _आप मुझे पेहचानते हो_
        _बस इतना ही काफी है._
_अच्छे ने अच्छा और_
_बुरे ने बुरा जाना मुझे,_
        _क्यों की जिसकी जितनी जरूरत थी_
        _उसने उतना ही पहचाना मुझे._

_जिन्दगी का फलसफा भी_
_कितना अजीब है,_
        _शामें कटती नहीं और_
        _साल गुजरते चले जा रहें है._
_एक अजीब सी_
_दौड है ये जिन्दगी,_
        _जीत जाओ तो कई_
        _अपने पीछे छूट जाते हैं और_
_हार जाओ तो_
_अपने ही पीछे छोड़ जाते हैं._

_बैठ जाता हूँ_
_मिट्टी पे अकसर,_
        _क्योंकी मुझे अपनी_
        _औकात अच्छी लगती है._
_मैंने समंदर से_
_सीखा है जीने का सलीका,_
        _चुपचाप से बहना और_
        _अपनी मौज मे रेहना._

_ऐसा नहीं की मुझमें_
_कोई ऐब नहीं है,_
        _पर सच कहता हूँ_
        _मुझमें कोई फरेब नहीं है._
_जल जात है मेरे अंदाज से_
_मेरे दुश्मन,_
        _क्यों की एक मुद्दत से मैंने न मोहब्बत_
        _बदली और न दोस्त बदले हैं._

_एक घडी खरीदकर_
_हाथ मे क्या बांध ली_
        _वक्त पीछे ही_
        _पड गया मेरे._
_सोचा था घर बना कर_
_बैठुंगा सुकून से,_
        _पर घर की जरूरतों ने_
        _मुसाफिर बना डाला मुझे._

_सुकून की बात मत कर_
_ऐ गालिब,_
        _बचपन वाला इतवार_
        _अब नहीं आता._
_जीवन की भाग दौड मे_
_क्यूँ वक्त के साथ रंगत खो जाती है ?_
        _हँसती-खेलती जिन्दगी भी_
        _आम हो जाती है._

_एक सवेरा था_
_जब हँसकर उठते थे हम,_
        _और आज कई बार बिना मुस्कुराये_
        _ही शाम हो जाती है._
_कितने दूर निकल गए_
_रिश्तों को निभाते निभाते,_
        _खुद को खो दिया हम ने_
        _अपनों को पाते पाते._

_लोग केहते है_
_हम मुस्कुराते बहुत है,_
        _और हम थक गए_
        _दर्द छुपाते छुपाते._
_खुश हूँ और सबको_
_खुश रखता हूँ,_
        _लापरवाह हूँ फिर भी_
        _सब की परवाह करता हूँ._

_मालूम है_
_कोई मोल नहीं है मेरा फिर भी_
        _कुछ अनमोल लोगों से_
        _रिश्ता रखता हूँ._